ગુજરાત પોસ્ટ વિભાગમાં ડ્રાઈવરની ભરતી:
જો
તમે ધોરણ 10 પાસ છો અને
ડ્રાઈવિંગમાં અનુભવ ધરાવો છો,
તો
ભારત સરકારના સંચાર મંત્રાલય હેઠળના ટપાલ વિભાગ (Department of Posts) દ્વારા ગુજરાત સર્કલમાં 'સ્ટાફ કાર
ડ્રાઈવર' (Staff
Car Driver - Ordinary Grade) ની
સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.આ
ભરતી પ્રક્રિયા, લાયકાત અને અરજી
કરવાની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી નિચે આપવામં અવેલ છે તમાવ વિગત નો અભ્યસ કરિ ને અરજી કરવી. આવિજ જોબ ને લગત મહિતી માટે અમરી વેબ સાઇડ www.jobpakee.co.in ની મુલાકાત લેતા રહેવુ.
👉ખાલી જગ્યાઓ
ગુજરાત
સર્કલમાં કુલ
48 જગ્યાઓ માટે ભરતી થવાની
છે. જેમાં અમદાવાદ
મેઈલ મોટર સર્વિસ,
સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય
જિલ્લાઓનો સમાવેશ થાય છે
👉પગાર ધોરણ:
- ₹19,900 થી ₹63,200 (લેવલ-2 મુજબ) અને અન્ય સરકારી ભથ્થાં.
👉લાયકાત
- માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ હોવું જોઈએ.
- લાઇસન્સ: હળવા (LMV) અને ભારે (HMV) મોટર વાહન ચલાવવાનું માન્ય લાઇસન્સ હોવું આવશ્યક છે
- અનુભવ: હળવા અને ભારે વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- વાહનના નાના-મોટા ખામીઓ (Minor defects) દૂર કરવાનું જ્ઞાન હોવું જોઈએ.
👉વય મર્યાદા
- સામાન્ય કેટેગરી માટે: 18 થી 27 વર્ષ.
- OBC માટે: 3 વર્ષની છૂટછાટ.
- SC/ST માટે: 5 વર્ષની છૂટછાટ.
- વય મર્યાદા નક્કી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી, 2026 છે.
👉પસંદગી પ્રક્રિયા
પસંદગી
બે તબક્કામાં કરવામાં આવશે:
સ્ટેજ-1 (લેખિત પરીક્ષા): 80 ગુણની હેતુલક્ષી
પરીક્ષા જેમાં સામાન્ય જ્ઞાન,
અંકગણિત, રીઝનિંગ અને
ટ્રાફિકના નિયમો પૂછાશે.
સ્ટેજ-2 (પ્રાયોગિક
કસોટી): 20 ગુણની ડ્રાઈવિંગ
ટેસ્ટ અને વાહન રિપેરિંગની સમજ ચકાસવામાં આવશે.
👉અરજી ફી
- ફી: ₹100 (માત્ર પુરુષ ઉમેદવારો માટે).
- મુક્તિ: તમામ મહિલા ઉમેદવારો અને SC/ST ઉમેદવારો માટે કોઈ ફી નથી.
👉છેલ્લી તારીખ:
- અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી, 2026 (સાંજે 6:00 વાગ્યા સુધી) છે
👉કેવી રીતે અરજી કરવી?
- આ ભરતી માટે માત્ર ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
- ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ (www.indiapost.gov.in) પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- ફોર્મ ભરીને તેની સાથે જરૂરી તમામ દસ્તાવેજો (સ્વ-પ્રમાણિત નકલ) જોડો.
➨અરજી
પર "APPLICATION
FOR RECRUITMENT TO THE POST OF STAFF CAR DRIVER (ORDINARY GRADE) IN GUJARAT
CIRCLE, AHMEDABAD" લખીને
તેને રજિસ્ટર્ડ પોસ્ટ
અથવા સ્પીડ પોસ્ટ
દ્વારા
નીચેના સરનામે મોકલો:
સરનામુ :-
⏩Senior
Manager (Gr. A), Mail Motor Service, GPO Compound, Salapas Road, Mirzapur,
Ahmedabad - 380001.
2323
➤ખાસ
નોંધ:
જો
તમે સરકારી સેવામાં જોડાવા માંગતા હોવ, તો
અધૂરી વિગતો વગરનું ફોર્મ સમયસર મોકલી આપવા વિનંતી છે, કારણ કે ખાનગી
કુરિયર કે હાથે આપેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં.

Post a Comment