SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026: 25487 પોસ્ટ - www.jobpakee.co.in : Sarkari ane Private Jobs Update 2025
www.jobpakee.co.in

Posts Ad

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026: 25487 પોસ્ટ

 SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026:  પોસ્ટ - 25487 

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા જનરલ ડ્યુટી (GD) કોન્સ્ટેબલ અને રાઇફલમેનની 25,487 જગ્યાઓ માટેની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જો તમે 10મા ધોરણ પાસ છો અને પેરામિલિટરી ફોર્સમાં જોડાઈને દેશની સેવા કરવા માંગો છો, તો તમારા માટે એક ઉત્તમ તક છે, આવિજ જોબ ને લગત મહિતી માટે અમરી વેબ સાઇડ www.jobpakee.co.in ની મુલાકાત લેતા રહેવુ.

💥મહત્વની તારીખ:

વિગત તારીખ
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ ૧.૧૨.૨૦૨૫
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧.૧૨.૨૦૨૫
ફી ભરવાની છેલ્લી તારીખ ૦૧.૦૧.૨૦૨૬
અરજી ફોર્મમાં સુધારાની તારીખ ૦૮.૦૧.૨૦૨૬ થી ૧૦.૦૧.૨૦૨૬
કોમ્પ્યુટર બેજપરીક્ષા (CBE) ફેબ્રુઆરી - એપ્રિલ 2026


💥કુલ ખાલી જગ્યા:

        * SSC GD કોન્સ્ટેબલની ભરતીમાં કુલ 25,487 જગ્યાઓ છે. જગ્યાઓ નીચેના વિવિધ પેરામિલિટરી ફોર્સમાં વહેંચાયેલી છે:

ક્રમ વિગત જગ્યા
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ૬૧૬
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF): ૧૪૫૯૫
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ૫૪૯૦
સશસ્ત્ર સીમા બલ (SSB) ૧૭૬૪
ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ૧૨૯૩
આસામ રાઇફલ્સ (AR) ૧૭૦૬
સેક્રેટરીએટ સિક્યુરિટી ફોર્સ (SSF) ૨૩
કુલ જગ્યા 25,487


📚શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

  • ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન (10મું ધોરણ) અથવા તેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • NCC પ્રમાણપત્ર ધારકોને બોનસ માર્ક્સ માટે લાયક ગણવામાં આવશે.

💥વય મર્યાદા (Age Limit - 01/01/2026 ના રોજ)

  • ન્યૂનતમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 23 વર્ષ
  • ઉમેદવારનો જન્મ 02-01-2003 પહેલાં અને 01-01-2008 પછી થયેલો હોવો જોઈએ.
ક્રમ કેટેગરી વયમાં છૂટછાટ (Age Relaxation)
SC/ST 5 વર્ષ
OBC 3 વર્ષ
Ex-Servicemen 3 વર્ષ (મિલિટરી સર્વિસના સમયગાળા બાદ)
ગુજરાત રમખાણોના પીડિતોના બાળકો (SC/ST) 10 વર્ષ


💥ઓનલાઈન અરજી પ્રક્રિયા

  1. સૌપ્રથમ, સત્તાવાર વેબસાઇટ ssc.gov.in ની મુલાકાત લો.
  2. જો તમે નવા યુઝર છો, તો 'One-Time Registration' (OTR) પૂર્ણ કરો.
  3. તમારા રજિસ્ટ્રેશન ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
  4. હોમપેજ પર, "Apply" વિભાગમાં જઈને 'SSC Constable (GD)' માટેની અરજી લિંક પર ક્લિક કરો.
  5. વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો સાથે ઓનલાઈન ફોર્મ કાળજીપૂર્વક ભરો.
  6. તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો (જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્રો) અપલોડ કરો.
  7. અરજી ફી ચૂકવો (જો લાગુ હોય તો).
  8. બધી વિગતોની ફરીથી ચકાસણી કરીને ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લેવાનું ભૂલશો નહીં.

 

 

💥અરજી ફી (Application Fee)

  • જનરલ/OBC/EWS (પુરૂષ): ₹100/-
  • મહિલા ઉમેદવારો, SC/ST/Ex-servicemen: કોઈ ફી નહીં (ફી માફ)
  • ફી ચુકવણી ઓનલાઈન (BHIM UPI, નેટ બેન્કિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ) દ્વારા કરી શકાય છે.


💥પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે ચાર તબક્કામાં વહેંચાયેલી છે:

સ્ટેજ 1: કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) / લેખિત પરીક્ષા

સ્ટેજ 2: શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)

સ્ટેજ 3: શારીરિક માનક કસોટી (PST)

સ્ટેજ 4: વિગતવાર તબીબી પરીક્ષા (DME) અને દસ્તાવેજ ચકાસણી


💥પરીક્ષા પધ્ધતી 

ક્રમ વિષય (Subject) પ્રશ્નોની સંખ્યા મહત્તમ માર્ક્સ પરીક્ષાનો સમયગાળો
જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ ૨૦ ૪૦ ૧૫ મિનિટ
જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ ૨૦ ૪૦ ૧૫ મિનિટ
એલિમેન્ટરી મેથેમેટિક્સ ૨૦ ૪૦ ૧૫ મિનિટ
અંગ્રેજી/હિન્દી ૨૦ ૪૦ ૧૫ મિનિટ
કુલ ૮૦ ૧૬૦ ૬૦ મિનિટ


નોંધ:  દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ લાગુ થશે.જો કોઈ પ્રશ્ન વણઉત્તર્યો રાખવામાં આવે તો કોઈ માર્ક કપાશે નહીં

💪શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) અને શારીરિક ધોરણ (PST) :💪

 

વિગત પુરૂષ ઉમેદવારો મહિલા ઉમેદવારો
સામાન્ય પ્રદેશ 5 કિ.મી. 24 મિનિટમાં 1.6 કિ.મી. 8.5 મિનિટમાં
લદ્દાખ પ્રદેશ 1.6 કિ.મી. 7 મિનિટમાં 800 મીટર 5 મિનિટમાં

માપદંડ ઊંચાઈ (Height) - પુરુષ ઊંચાઈ (Height) - મહિલા છાતી (Chest) - પુરુષ
સામાન્ય/EWS/OBC 170 સે.મી. 157 સે.મી. 80-85 સે.મી.
SC 162.5 સે.મી. 150 સે.મી. 76-81 સે.મી.

💥પગાર ધોરણ

   *  SSC GD કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામ્યા પછી, ઉમેદવારોને પે લેવલ-3 મુજબ પગાર મળશે.

  • પગાર ધોરણ (Pay Scale): ₹21,700/- થી ₹69,100/- પ્રતિ માસ
  • આ ઉપરાંત, મોંઘવારી ભથ્થું (Dearness Allowance), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને અન્ય ભથ્થાઓ પણ સરકારી નિયમો મુજબ આપવામાં આવશે.

🔆Apply Link:          Click here  / Registration


🔆Official Notification PDF:       Click here


🔆Official Website:      Click here






Post a Comment