ભાવનગર મહાનગરપાલિકા (BMC) ભરતી ૨૦૨૫: - www.jobpakee.co.in : Sarkari ane Private Jobs Update 2025
www.jobpakee.co.in

Posts Ad

ભાવનગર મહાનગરપાલિકા (BMC) ભરતી ૨૦૨૫:

ભાવનગર મહાનગરપાલિકા (BMC) ભરતી ૨૦૨૫: 


ગુજરાતમાં સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્રારા વિવિધ પોસ્ટ્સ પર સીધી ભરતી માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો લાયક ધરાવતા ઉમેદવારો માટે કુલ ૧૦૪ જગ્યાઓ પર અરજી કરવાની આ એક ઉત્તમ તક છે. આ ભરતી પ્રક્રિયા OJAS ગુજરાત પોર્ટલ દ્વારા સંપૂર્ણપણે ઓનલાઈન માધ્યમથી હાથ ધરવામાં આવશે. ઓફલાઇન અરજીઓ (ટપાલ કે રૂબરૂ) સ્વીકારવામાં આવશે નહીં. આવિજ જોબ ને લગત મહિતી માટે અમરી વેબ સાઇડ www.jobpakee.co.in ની મુલાકાત લેતા રહેવુ.



BMC Recruitment 2025:
સંસ્થાનું નામ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)
પોસ્ટ ના નામ જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, MPHW, FHW, ટેકનિકલ આસિસ્ટન્ટ વગેરે.
કુલ જગ્યા ૧૦૪
ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ ૧૮.૧૦.૨૦૨૫
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૮.૧૧.૨૦૨૫
ફી ભરવાની છેલ્લી તારીખ ૧૧.૧૧.૨૦૨૫



પોસ્ટનું નામ અને જગ્યાની સંખ્યા :



ક્રમ જગ્યાનુ નામ સંખ્યા
ફીમેલ હેલ્થ વર્કર – FHW ૩૦
મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (Male) – MPHW ૨૭
જુનિયર ક્લાર્ક ૧૭
ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ) ૧૬
સ્ટાફ નર્સ
સેનિટરી ઇન્સ્પેક્ટર
ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ)
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર
ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ)
૧૦ ફાર્માસિસ્ટ
૧૧ સ્ટેનોગ્રાફર (ગુજરાતી)
૧૨ સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)
કુલ જગ્યા ૧૦૪



શૈક્ષણિક લાયકાત

👉વિવિધ પોસ્ટ્સ માટેની શૈક્ષણિક લાયકાત અને અનુભવ અલગ-અલગ છે. વિગતવાર માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન અવશ્ય વાંચી લેવું અને ત્યાર બાદ સમયસર અરજી કરવી.


વય મર્યાદા: 

👉મહત્તમ ૩૫ વર્ષ. (સરકારના નિયમો મુજબ અનામત કેટેગરીને છૂટછાટ મળશે).


પગાર ધોરણ: 

👉પોસ્ટ અને નિયમો અનુસાર ₹ ૧૯૯૦૦/- થી ₹ ૧૬૭૮૦૦/- પ્રતિ માસનું પગાર ધોરણ લાગુ થશે.


અરજી ફી:


  • જનરલ/OBC કેટેગરી:   ₹ ૫૦૦/-
  • SC/ST/EWS/સ્ત્રી ઉમેદવારો:   ₹ ૨૫૦/-
  • નોંધ:   ફી પોસ્ટ ઓફિસમાં ૧૧ નવેમ્બર ૨૦૨૫ (૩:૦૦ PM) પહેલા જમા કરાવવાની રહેશે.


પસંદગી પ્રક્રિયા:


પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:

1. મેરિટ લિસ્ટ / લેખિત પરીક્ષા (જો લાગુ પડતી હોય).

2. દસ્તાવેજ ચકાસણી (Document Verification).

3. અંતિમ પસંદગી.

👉પસંદગી અંગેનો અંતિમ નિર્ણય ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીનો રહેશે.


ભાવનગર મહાનગરપાલિકાની ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

લાયક ઉમેદવારોએ નીચે આપેલા સરળ પગલાં અનુસરીને ઓનલાઈન અરજી કરવી:


1. સૌ પ્રથમ, સત્તાવાર OJAS ગુજરાત પોર્ટલ https://ojas.gujarat.gov.in/  (https://ojas.gujarat.gov.in/) ની મુલાકાત લો.

2. વેબસાઇટ પર "Apply Online" વિભાગ પર ક્લિક કરો અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીની જાહેરાત શોધીને તેના પર ક્લિક કરો.

3. તમામ વ્યક્તિગત, શૈક્ષણિક અને સંપર્ક વિગતો કાળજીપૂર્વક ભરો.

4. જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.

5. નિયત સમયમર્યાદા પહેલા અરજી ફી ભરો.

6. એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લેવાનું ભૂલશો નહીં.


👉મહત્વપૂર્ણ સૂચના: અરજી કરવાની છેલ્લી તારીખ ૮.૧૧.૨૦૨૫ છે. ઉમેદવારોને સલાહ છે કે વિગતવાર માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન અવશ્ય વાંચી લેવું અને સમયસર અરજી કરવી.

મહત્વપૂર્ણ લિંક

Official Notification PDF  :  Click here

Apply Online Link             :   Click here

Official BMC Website     :   Click here



Post a Comment